ઇતિહાસ

              પરમ કૃપાળુ, સર્વાવતારી, સર્વકારણના કારણ, સર્વના નિયંતા, સર્વોપરી શ્રી સ્‍વામિનારાયણ ભગવાનનું  આ લોકમાં પ્રગટ્ય થયું, ત્‍યારથી છપૈયા-અયોધ્‍યામાં ઘણા સ્‍વરૂપે વિચરણ હતું. બાળમિત્રોને જુદા-જુદા સ્‍વરૂપે દર્શન તથા વન વિચરણમાં નવ લાખ યોગીને નવ લાખ સ્‍વરૂપે દર્શન તથા વન વિચરણ વખતે બે સ્‍વરૂપે વિચર્યા હતા.

              સત્‍સંગમાં રાજાધિરાજપણે વિરાજમાન થયા પછી પણ આખા-પીપલાણામાં છ માસ યજ્ઞ કર્યો હતો ને જેટલા સંતો-પાળા-હરિભકતો તથા ઘોડા વગેરે સ્‍વરૂપો ડબલ ધાર્યા હતા. તેમજ મેઘપુરની છ માસની ચોરાસી, વડનગર-વિસનગરની ચોરાસી અઢી માસ તથા મુળીમાં પંદર દિવસ, એક માસઘ દોઢ માસ, છ માસ, વેલામલમાં ૧૮ સ્‍વરૂપે ઘેર ઘેર ભોજન, કપભામાં પણ તેજ વર્ષમાં તે વખતે સતસંગમાં બીજા સ્‍વરૂપે વિચરણો ચાલુ હતા.

              પાંચાળામાં એક સંને એક મહારાજ રાસ રમ્‍યા તથા મુળીમાં પાંચસો બાઇઓને પાંચસો સ્‍વરૂપે મહારાજ સ માસની રાત્રી કરીને રાસ રમ્‍યા હતા. ડભાણ યજ્ઞ વખતે જોબનપગીને ઘોડે-ઘોડે દર્શન શેઠ રૂપે ખંભાતમાં પચાસ ગાડા સુધી આપ્‍યુ તથા યજ્ઞ વખતે  અઢીમાસ દેવળીયામા શ્રી હરિ બિરાજમાન હતા, આધોઇમાં પણ ડભાણની સાથે જ યજ્ઞ ચાલુ હતો અને યજ્ઞ પૂરો થયો ત્‍યાર પછી માણાવદરથી મયારામ ભટ્ટ અને પર્વતભાઇ પચાસ હરિભકતોના સંઘ સાથે ડભાણ યજ્ઞના દશને આવતા હતા, તેમને દિવ્‍ય સ્‍વરૂપે માણકી ઉપર સવાર થઇ દર્શન આપી પાછા વાળ્યા ને કહ્યું. અમે સામે ગામ જઇને આવીએ છીએ. પછી તેઓએ તપાસ કરી તો કયાંય મહારાવના સમાચાર મલ્‍યા નહિ.

              જયારે શ્રીહરિ અંતર્ધાન થયા ત્‍યારપીસ ઘણા ભકતોને દર્શન દીધા હતા. આવી રીતે શાસ્‍ત્રોમાં ઉંડાણપૂર્વક જોતા શ્રીહરિનું સત્‍સંગ વિચરણ ત્રણ સ્‍વરૂપ કે વધારે સ્‍વરુપે વિચરણ છે, તે જોવા મળે છે. કારણ કે શ્રીહરિ આ લોકમાં ઓગણપચાસ વર્ષનું ટુંકુ વિચરણ કરી સ્‍વધામ પધાર્યા  હતા. તેમાં ગઢપુરમાં ૨૭ કે ૨૯ વર્ષ અખંડ રહ્યા છે. ઉપરાંત સોરઠ, કાઠીયાવાડ, ઝાલાવાડ, ભાલપ્રદેશ, વાકળદેશ, ભાલ બારા, ચોરતર, વડોદરા, સુરત, ધર્મપુર, ગુજરાત, દંઢાવ્‍ય દેશ, કચ્‍છ વગેરેમાં ખૂબજ વચરણ છે. તે એક સ્‍વરુપે શકય નથી. તેથી શ્રીહરિ કારીયાણી અનંત વખત પધાર્યા છે. તેમા મારી સમજણ  પ્રમાણે આજું નાનું તરણ ગોત્‍યું છે. જે શ્રીજી મહારાજ, સંતો વગેરે મારા ઉપર રાજી થાય એજ.

 • 01 - વિ. સં ૧૮પ૯ની સાલમાં શ્રીહરિ સંતો-પાર્ષદો, રાજાઓ સાથે સરધારથી ચાલ્‍યા તે કારીયાણા, વાવડી, માંડવધાર થઇ કારીયાણી પધાર્યા. તેનું વર્ણન ધ.ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે શ્રીહરિલીલામૃત કળશ-પ વિશ્રામ-૧૮માં સવિસ્‍તાર વર્ણન કરેલું છે.
 • 02 - વિ.સં. ૧૮૬૦મની સાલમાં શ્રીહરિ સંતો-પાળા સાથે માંગરોળથી ચાલ્‍યા તે પીપલાણા થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાંથી અમદાવાદ મછીયાવ, મેથાણ, હળવદ, ભાદરા થઇ શેખપાટ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ-૧૦)
 • 03 - વિ.સં. ૧૭૬૦ની સામમાં શ્રીહરિ સંત પાર્ષદ સાથે બીજીવાર ગઢપુરથી ચાલ્‍યા તે અડતાળા, લાખણકા, ઉગામેડી, પીપળીયા, ઇંગરાળા, પાટી, સરવઇ, ઝીંજાવદર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ, ખાંભડા, સાળંગપુર, બોટાદ થઇ લોયા ભધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૪, તરંગ-૨૩.)
 • 04 - વિ.સં.૧૮૬૧ની સાલામાં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે અમદાવાદથી ચાલ્‍યા તે અસ્‍લાલી, જેતલપુર, ધોળકા, બળોલ, ભીમનાથ, પોલારપુર, કુંડળ થઇ કારીયાણી પધાર્યા ત્‍યાથી શ્રીહરિ ઝીંઝાવદર થઇ ગઢડા પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૪, તરંગ-૧૧૦)
 • 05 - વિ.સં.૧૮૬૧ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે મેઘપુર, કાલવાણી, માણાવદર જેતપુર ગોંડલ પીપલાણા બંધિયા ગઢડા થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ લીંબડી, મેમકા થઇ શિયાણી પધાર્યા. (શ્રીહરિલીલાસિંધુ રત્‍ન-૭ઘ સ્‍તરંગ-૮ (સદ્.વૈષ્‍ણવાનંદ સ્‍વામી-ભુજ મહંત રચિત))
 • 06 - વિ.સં. ૧૮૬૧ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ સંતો સાથે લોજપુરથી ચાલ્‍યા તે પીપલાણા, જેતપુર ગોંડલ વાંકિયા ગઢડા થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ સારંગપુર નાગનેશ બોડીયા થઇ ખોલડીયાદ પધાર્યા. (શ્રીહરિલીલા સિંધુ રત્‍ન-૭ સ્‍તરંગ-૧૭)
 • 07 - વિ.સં. ૧૮૬૧ની સાલમાં ચોથી વાર શ્રીહરિ સંતો-પાર્ષદ સાથે કાલવાણીથી ચાલ્‍યા તે ધોરાજી, જેતપુર, વાંકિયા, કારિયાણા, ગઢડા થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ઝીંઝાવદર, અડવાળ, કમાલપર થઇ બળોલ પધાર્યા. (શ્રીહરિ લીલા સિંધુ રત્‍ન-૭, સ્‍તર
 • 08 - વિ.સં. ૧૭૬૧ની સાલમાં પાંચમી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે અમદાવાદથી ચાલ્‍યા તે મછિયાવ, દદુકા, તાવી, મેમકા, વઢવાણ, મુળી, બોટાદ થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ બંધિયા, જોડીયા, થઇ શેખપાટ પધાર્યા. (શ્રીહરિ લીલાસિંધુ રત્‍ન-૭, સ્‍તરંગ-૨૨)
 • 09 - વિ.સં.૧૮૬૧ની સાલમાં છઠ્ઠીવાર શ્રીહરિ સંતો-પાર્ષદો સાથે જેતપુરથી ચાલ્‍યા તે વિરપુર, ગોંડલ, કોટડા, ભાડવા, સરધાર, પીપરડી થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ગઢડા પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-પ વિશ્રામ-૨૬)
 • 10 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં શ્રીહરિ સંતો-પાળા સાથે લાલવડથી ચાલ્‍યા તે ધોરાજી, જેતપુર, ડેરડી, રામપુર, બાબરા, કારિયાણા, ગઢડા, ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ, ચોકડી થઇ ગાંફ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૧૩)
 • 11 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતો-પાળા સાથે અમદાવાદથી ચાલ્‍યા તે જેતલપુર, મછિયાવ, રાયપર, કરિયાણા, માંડવધાર, ગઢડા ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ, ખરડ થઇ બળોલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૧૩)
 • 12 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે બંધિયાથી ચાલ્‍યા તે કરિયાણા, રાયપર, ગોખલાણા, ખંભાળા, ગઢડા, ઝીંઝાવદર સરલી થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રહરિ સારંગપુર થઇ સુંદરિયાણા પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૧૦)
 • 13 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં ચોથી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે જેલપુરથી ચાલ્‍યા તે મછિયાવ, બુધેજ, ગોરાડ, કુંડળ થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ગઢડા પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૬, વિશ્રામ-૧૦)
 • 14 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં પાંચમી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે ઢીકવાણી, સારંગપુર થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિકુંડળ થઇ ગઢડા પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૬, વિશ્રામ-૨પ)
 • 15 - વિ.સં. ૧૮૬૨ની સાલમાં છઠ્ઠી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે ઉગામેડી, નીંગાળા, કેરીયા, ઝીંઝાવદર થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ લાઠીદડ થઇ સારંગપુર પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૬, વિશ્રામ-૨૬)
 • 16 - વિ.સં. ૧૮૬પની સાલમાં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે પાંચાળા બે માસ રહીને ગામોગામ દર્શન દેતા થકા ગામ ઝીંઝાવદર પધાર્યા ત્‍યાથી કારીયાણી પધાર્યા  ત્‍યા બે માસ રહીને ખુબ સુખ આપીને સારંગપુર પધાર્યા ત્‍યા બે માસ રહીને કુંડળ પધાર્યા. ત્‍યાં બે માસ રહ્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૭૬પજી લીલા)
 • 17 - ત્‍યાથી ભીમનાથ કેરીયા થઇ આ વર્ષમાં બીજીવાર કારિયાણી પધાર્યા અને વિષ્‍ણુયાગનો આરંભ કર્યો. તથા તળાવ ખોદાવ્‍યું. તેમાં પાણી આવ્‍યું તેમા બે કુંડ કર્યા. એક રામકુંડ અને ભીમકુંડ કરાવ્‍યા.
 • 18 - વિ.સં. ૧૮૬પની સાલમાં ત્રીજીવાર શ્રીહરિ સંત-પાર્ષદો સાતે વડતાલ હુતાશનીનો સમૈયો કરવા ગઢડાથી ચાલ્‍યા તે ઝીંઝાવદર થલ કારિયાણી પધાર્યા, વસ્‍તાખાચરના દરબારમાં ઉતારો કરીને થાળ જમ્‍યા, તથા સાથેના સંઘને જમાડયા પછી સવારે ચાલ્‍યા તે કુંડળ, કમિયાળા, ગોરડ, બુધેજ, મોરજ થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૨૩)
 • 19 - વિ.સં. ૧૮૬પની સાલમાં ચોથી વાર શ્રીહરિ સંત-પાર્ષદો સાથે ગઢડાથી ચાલ્‍યા તે નિંગળા, ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ, ભીમનાથ, પરબડી, ઝીંઝર, ખરડ થઇ કુંડળ પધાર્યા. (શ્રીહરિ લીલામૃત સાગર પુર ૧૧, તરંગ-૬૭)
 • 20 - વિ.સં. ૧૮૬પની સાલમાં પાંચમી વાર શ્રીહરિ કુંડળથી સંઘ સાથે ચાલ્‍યા તે કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ઝીંઝાવદર, સરવઇ, સમઢીયાળા, ઢીંકવાળી થઇ સારંગપુર પધાર્યા. (શ્રીહરિ લીલામૃત સાગર પુર ૧૧, તરંગ-૭૨)
 • 21 - વિ.સં. ૧૮૬૬ની સાલમાં શ્રીહરિ સંતો-પાર્ષદો સાથે ગઢડાથી ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ કુંડળ, સારંગપુર બોટાદ થઇ નાગડકા થઇ ધોળકા પધાર્યા. (શ્રીહરિ લીલામૃત સાગર પુર ૧૩, તરંગ-૯)
 • 22 - વિ.સં. ૧૮૬૬ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતો-પાર્ષદો સાથે ધોળકાથી ચાલ્‍યા તે કોંઠ, બળોલ, ખસતા, રોજકા, ઝીંજર, ભીમનાથ, કુંડળ, સારંગપુર થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ઝીંઝાવદર થઇ ગઢડા પધાર્યા. (શ્રીહરિ લીલામૃત સાગર પુર ૧૩, તરંગ-૨૬)
 • 23 - વિ.સં. ૧૮૬૭ની સાલમાં શ્રીહરિ સંતો-પાર્ષદો સાથે બુધેજથી ચાલ્‍યા તે ગોરાડ, કમિયાળા, પચ્‍છમપ અસતા, સુંદરીયાણા, સારંગપુર થઇ કારિયાણી પધાર્યા. ત્‍યા. માંચા ખાચરને સાધુ કર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૭, વિશ્રામ-૧૩)
 • 24 - વિ.સં. ૧૮૬૮ની સાલમાં શ્રીહરિ સંતપાર્ષદ સાથે અમદાવાદથી ચાલ્‍યા તે તેજલપુર, ડભાણ, નાગડકા, સારંગપુર થઇ કારીયાણીએ પધાર્યા. આ વર્ષમાં શ્રીહરિ ગામોગામ પોતાના આશ્રિત જનને અન્‍નનો સંગ્રહ કરવાનું ચેતવતા હતા ધરેણા, ઢોરો વેચીને અન્‍નો સંગ્ર કરજો. આવતું વર્ષ અગણોતેરાનું  ભયંકર દુષ્‍કાળ વર્ષ છે. એવી આગમ જણાવતા હતા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૬૮ની લીલા)
 • 25 - વિ.સં. ૧૭૬૮ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંત પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારીયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ વૌઠાનો સમૈયો કરવા વૌઠા પધાર્યા (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૨પ)
 • 26 - વિ.સં. ૧૭૬૮ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિએ ગઢપુરમાં દસેરા, દિવાળી અન્‍નકુટનો ઉત્‍સવ કર્યો. પછી સવારી સાથે શ્રીહરિ ત્‍યાથી ચાલ્‍યા. સાથે ગઢપુર, કારીયાણા, ખંભાળા, વાંકિયા, કોટડા, ગુંદાળા, બોટાદ, નાગડકા, સારંગપુર, સુંદરીયાણા, કુંડળ, કારિયાણી, ઝીંઝાવદર, બંધિયા, પંચાળાઘ ધમડકા મેથાણ, ભાડેર વગેરેના રાજાઓ પોતપોતાના અ‍શ્ર્વ ઉપર બેસીને આવ્‍યા હતા. તે સર્વે ત્‍યાથી ચાલ્‍યા તે ઉગામેડી, નિંગાળા, ઝીંઝાવદર થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ સમઢીયાળા થઇ કુંડળ પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૧૪, તરંગ-૩૭)
 • 27 - વિ.સં. ૧૭૬૯ની સાલમાં સંત પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા તે વસ્‍તા ખાચરને ઘેર ઉતર્યા. માથે કેશ રાખ્‍યા હતા. સોનેરી દાંતીયો પણ મુકુંદ વર્ણી પાસે રખાવ્‍યો હતો ને મુકુંદ વર્ણી દરરોજ શ્રીહરિના કેશ ઓળતા. ત્‍યાં પાંચ દિવસ રહીને શ્રીહરિ કુંડળ પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૧પ, તરંગ-૧૪)
 • 28 - વિ.સં. ૧૮૬૯ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતમંડળ સાથે કુંડળથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ઝીંઝાવદર થઇ ગઢપુર પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૧પ, તરંગ-૧૬)
 • 29 - વિ.સં. ૧૮૬૯ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ ગઢપુર સંત મંડળ સાથે કુંડળથી ચાલ્‍યા તે કારીયાણી પધાર્યા ત્‍યાંથી શ્રીહરિ ઝીંઝાવદર થઇ ગઢપુર પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૧પ, તરંગ-૧૬)
 • 30 - વિ.સં. ૧૮૬૯ની સાલમાં ચોથીવાર શ્રીહરિ ગઢપુરમાં ફુલડોલને દિવસે રસોઇ દાદાખાચરની જમ્‍યા. ને શ્રીજી મહારા રંગે રમ્‍યા. ને સર્વે સંત તથા હરિભકતને રંગે રમાડયા ને કિર્તન ગાવતે ગાવતે ઘેલા નદીમાં ન્‍હાવા ગયા. પછી સંઘ સહિત ચાલ્‍યા તે ગામ કારિયાણીએ પધાર્યા. ત્‍યાથી કુંડળ જઇ ગઢડે પધાર્યા. (સદ્. ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૯૬૯ની લીલા)
 • 31 - વિ.સં. ૧૮૭૦ની સાલમાં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે બોચાસણથી ચાલ્‍યા તે ધર્મજ રામોલડી, ઉંટવાળા, બુધેજ, પીપળી, ઘોલેરા, નાવડા, બરવાળા થઇ કારીયાણી પધાર્યા ને ત્‍યાથી ગઢપુર પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ ૭, વિશ્રામ-૪૮)
 • 32 - વિ.સં. ૧૮૭૦ની સાલામં બીજીવાર શ્રીહરિ સંતપાર્ષદ સાથે ગઢપુરથી ચરોતર જવાનો વિચાર કર્યો ને ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારિયાણી પધાર્યા. ને ત્‍યાં દર્શનનું સુખ આપીને કુંડળ, પોલારપુર, ભીમનાથ, ઝીંઝર, ખસ્‍તા થઇ પચ્‍છમ પધાર્યા. (શ્રીહરિ ચરિત્રામૃત સાગર પુર-૧પ, તરંગ-૪૮)
 • 33 - વિ.સં. ૧૮૭૧ની સાલમાં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે નાગડકાથી ચાલ્‍યા તે બોટાદ, ગઢડા થઇ કારીયાણી પધાર્યા. જમીને બીજે દિવસે ચાલ્‍યાતે ઘોલેરા, પીપળીયા, બોરૂ, ભોળાદ, ગલિયાણા થઇ સીંજીવાડે પધાર્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૧ની લીલા)
 • 34 - વિ.સં. ૧૮૭૧ની સાલમાં બીજી વાર શ્રીહરિ વડતાલ હુતાશનીનો સમૈયો કરવા ગઢપુરથી સંત પાર્ષદ સાથે ચાલ્‍યા તે કારિયાણી વસ્‍તાખાચરના દરબારમાં ઉતર્યા અને થાળ જમ્‍યા અને સર્વે સખાને જમાડયા. ત્‍યાથી શ્રીહરિ કમિયાળા, પિપલાવ, બુધેજ થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૨૬)
 • 35 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં શ્રીહરિ ગઢપુરથી અન્‍નકુટ ઉતસવ કરીને વડતાલ થઇ સુરત કારીયાની પધાર્યા. ત્‍યાથી રોઝકા, બુધેજ, થઇ વડતાલ પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૭, વિશ્રામ-૪૯)
 • 36 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં બીજીવાર શ્રીહરિ સંતો-પાળા સાથે ગઢડાથી ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. પછી સર્વેને ઉતારા કરાવ્‍યા. પછી મહારાજ થાળ જમ્‍યા તથા સાથેના અસવારોને જમાડયા. પછી વસ્‍તા ખાચર હાથ જોડીને બોલ્‍યા જે સંઘમાં કોઇને કાંઇ જોઇતું હોય તો આપો. ત્‍યારે મહારાજે સંઘમાં ખબર આપી. ત્‍યાર પછી શ્રીહરિ ભીમનાથ, ઝીંઝર રોજકા, પીપળાવ થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૨૮)
 • 37 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ સંતો-પાળા સાથે ગઢપુરથી ચાલ્‍યાતે કારીયાણી પધાર્યા. ત્‍યા. દર્શનનું સુખ આપી ત્‍યાથી શ્રીહરિ બળોલ, જવારજ, કોળકા, મહીજડા થઇને જેતલપુર પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૨૯)
 • 38 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં ચોથીવાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારીયાણી પધાર્યા. ત્‍યાં સુખ આપીને ત્‍યાથી શ્રીહરિ રળિયાણા, સુખપુર થઇ નાગડકે પધાર્યા.
 • 39 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં પાંચમી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે નાગડકાથી ચાલ્‍યા તે બોટાદ, ગઢડા થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથી દર્શનનું સુખ આપીને પચ્‍છમ બુધેજ થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનં સ્‍વામીની વાતો વિશ્રામ-૩૦)
 • 40 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં છઠ્ઠીવાર શ્રીહરિ વસ્‍તા ખાચરના આમંત્રને માન આપીને સંઘ સાથે માંચા ખાચરના કારજમાં પધાર્યા. ને સંતો-પાળા તથા સંઘને ખૂબ સારા જમાડયા. તથા પાંચાળાની જેમ કારિયાણી ગામ આખુ ધુમાડાબંધ જમાડ્યા. તથા પાંચાળાની જેમ કારીયાણી ગામ આખુ ધુમાડાબંધ જમાડ્યું જે ત્‍યાથી ગઢડા પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ - ૩૧)
 • 41 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં સાતમીવાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢડાથી ચાલ્‍યા તે કારીયાણી પધાર્યા ને સંતોને ખુબ જમાડયા ને સાટા જેટલા ઉપડે તેટલા સાથે અપાવ્‍યા ને ત્‍યાથી ગઢડા પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ ૩૧)
 • 42 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં આઠમી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે અમદાવાદ જવા પ્રયાણ કર્યું તે ગામ કારીયાણી પધાર્યા. ત્‍યાં દર્શનનું સુખ આપીને ત્‍યાથી શ્રીહરિ બળોલ, ધોળકા થઇ સરસપુર (અમદાવાદ) પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૩૩)
 • 43 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં નવમી વાર શ્રીહરિ સંતો-પાળા સાથે જેતલપુરથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા ને એક દિવસ રહીને રોજકા, બુધેજ થઇ વડતાલ પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૨ની લીલા)
 • 44 - વિ.સં. ૧૮૭૨ની સાલમાં દસમી વાર શ્રીહરિ સંતો-પાળા સાથે વડતાલથી ચાલ્‍યા તે ગામ ગાના પધાર્યા. ને ત્‍યાથી બુધેજ, ગુડેલ, કમિયાળ, કુંડળ થઇને કારિયાણી પધાર્યા. નેત્‍યાં દર્શનનું સુખ આપીને ગઢડા પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૨ની લીલા)
 • 45 - વિ.સં. ૧૮૭૩ની સાલમાં શ્રીહરિ સંત પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારીયાણી આવ્‍યા. ત્‍યાં જમીને ચાલ્‍યા તે બરવાળા, ગાંફ, કમિયાળા, બોરૂ, નાર થઇને વઢતાલ પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૩ની લીલા)
 • 46 - વિ.સં. ૧૮૭૩ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે વડતાલથી ચાલ્‍યાતે મહેળાવ, સોજીત્રા, સીંજીવા ડા, ગલીયાણા, વારણા, કમિયાળા, કુંડળ, સમઢિયાળા થઇને કારીયાણી રાત રહીને ચાલ્‍ યાતે ઝીંઝાવદર પધાર્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૩ની લીલા)
 • 47 - વિ.સં. ૧૮૭૪ની સાલ માં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે બુધેજથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ સારંગપુર, જસેલી થઇ ગઢપુર પધાર્યા. (શ્રીહરિ લીલામૃત કળશ-૭ વિશ્રામ-૬૮)
 • 48 - વિ.સં. ૧૮૭૬ની સાલમાં શ્રીહરિ સંઘ સાથે ગઢપુરથી મછિયાવનો સમૈયો કરવા ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારીયાણી પધાર્યા. ને ત્‍યાથી બીજે દિવસે ઝીંઝર, રોજકા, પચ્‍છમ, શિયાળી, દદુકા થઇ મછિયાવ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૪૦)
 • 49-50 - વિ.સં. ૧૮૭૬ની સાલમાં બીજીવાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારીયાણી આવ્‍યા ને ત્‍યાથી આ સાલમાં ત્રીજી વાર કારિયાણીથી ચાલ્‍યા તે ઝમરાળા ને વળતા કારીયાણી પધાર્યા. ને ત્‍યાથી ગઢપુર પધાર્યા.(સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ ૪૨-૪૨)
 • 51 - વિ.સં. ૧૮૭૬ની સાલમાં ચોથીવાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે વડતાલથી ચાલ્‍યા તે બુધેજ, ગુડેલ, કમિયાળા, ઝીંઝર, ભીમનાથ, પોલારપુર, કુંડળ થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાં બે દિવસ રહીને ગઢડા પધાર્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૬ની લીલા)
 • 52-53 - વિ.સં. ૧૮૭૬ની સાલમાં પાંચમી વાર તથા છઠ્ઠીવાર શ્રીહરિ સંત-પાર્ષદોના સમૂહ સાથે મછિયાવથી ચાલ્‍યા તે ભેલાસણ કુંડળ, શિયાળ, બળોલ, રોઝકા, ગઢડા, સારંગપુર થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાં રામદાસભાઇને ગઢડામાં અતિ માંદા સાંભળીને ગઢડા પધાર્યાને તેમને દર્શન દઇ ધામમાં મોકલી પાછા કારિયાણી પધાર્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૭૬ની લીલા.)
 • 54 - વિ.સં. ૧૮૭૭ના ભાદરવા સુદ ૧૦ ના રોજ પરમ કૃપાળુ શ્રીહરિ સંત-પાર્ષદ સાથે સારંગપુરથી કારયિાણી પધાર્યા. ને વસ્‍તા ખાચરના દરબારમાં ઉતર્યા. શ્રી વસ્‍તા ખાચર તથા સીતાબાના પ્રેમને વશ થઇ શ્રીહરિ કારિયાણીમાં સતત ૩પ દિવસ રોકાઇને પોતાની સ્‍વમૂખવાણી વચનામૃતનું પાન નિત્‍ય કરાવતા ને ખૂબ સુખ આપતા. દિવાળી અનનકુટ પ્રબોધિની ઉત્‍સવ કરીને ત્‍યાથી લોયા પધાર્યા. (વચનામૃત કારિયાણી ૧ થી ૧૨)
 • 55-56 - વિ.સં. ૧૮૭૮ની સાલમાં શ્રીહરિ સંતો-પાળા સાથે ગઢડાથી ચાલ્‍યા તે કારિયાણીને વાજતે ગાજતે વસ્‍તા ખાચરના દરબારમાં ઉતારો કર્યો. સંતમંડળ ધર્મશાળામાં ઉતારો કરે પછી ધૂન કીર્તન થઇ રહ્યા પછી મહારાજ જમવા પધાર્યા. ને પોઢી ગયા. બીજે દિવસે સમઢીયાળા પધાર્યા ને પાછા કારીયાણી પધાર્યા ને ત્‍યાથી ગઢપુર પધાર્યા.(સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ ૪૮-૪૮)
 • 57 - વિ.સં. ૧૮૭૯ની સાલમાં શ્રીહરિ સંતો-પાળા સાથે ગઢપુરથી ચાલ્‍યાતે કાશ્રયિાણી પધાર્યાને ત્‍યા સંતો કાઠી હરિભકોતની સાથે બારકોશિયા કૂવે ન્‍હાવા પધાર્યા. તે કૂવો રામાનંદ સ્‍વામીએ વસ્‍તા ખાચર પાસે ગળાવ્‍યો હતો. તેથી મહારાજ તેમા નાહીને દરબારમાં પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ બોટાદ થઇ લોયા શાકોત્‍સવ કરવા પધાર્યા. ધર્મકુળનું આગમન. (સદ્.પ્રસાદાનંદસ્‍વામીની વાતો વિશ્રામ-૪૯)
 • 58-59-60 - વિ.સં. ૧૮૮૦ની સાલમાં શ્રીહરિ સંત-પાર્ષદો સાથે કમિયાળાથી ચાલ્‍યા તે ગાંફ, ખરડ, ઝીંઝર, કુંડળ, થઇ કારીયાણી પધાર્યા. ને ત્‍યાથી ગઢડે પધાર્યા શ્રીહરિ ગઢડાથી ચાલ્‍યાતે કારીયાણી પધાર્યા, ત્‍યાથી પોલારપુર, સીંજીવાડા થઇ વઢતાલ પધાર્યા. વઢતાલથી વળતા શ્રીહરિ બુધેજ, કમિયાળા, ઘોલેરા થઇ કારિયાણી પધાર્યા. ને ત્‍યાંથી ગઢડે આવ્‍યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૮૦ની લીલા.)
 • 61 - વિ.સં. ૧૮૮૧ની સાલમાં એકાદશીનો કાળ પડ્યો તે વરસે શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી કારીયાણીએ પધાર્યા. તથા વિ.સં. ૧૮૮૧ની સાલમાં બીજીવાર શ્રીહરિ સીંજીવાડાથી ચાલ્‍યા તે ગલિલયાણા, કમિયાળા, રોજકા થઇ કારીયાણી પધાર્યા ને રાત રહીને ગઢડા પધાર્યા. (સદ્.ભુમાનંદ સ્‍વામીની વાતો ૧૮૮૧ની લીલા.)
 • 62 - વિ.સં. ૧૮૮૧ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ સંતો પાળા સાથે વડતાલ પ્રતિષ્‍ઠા કરવા ગઢપુરથી મોટા સંઘ સાથે ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇ કારિયાણી પધાર્યા. બીજા દિવસે કુંડળ, ઝીંઝર રોજકા, મહેળાવ થઇ વડતાલ પધાર્યા. ને શ્રી લક્ષ્‍મીનારાયણ દેવ-હરિકૃષ્‍ણ મહારાજની પ્રતિષ્‍ઠા કરી. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૬૧)
 • 63 - વિ.સં. ૧૮૮૨ની લાસમાં શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારીયાણી વસ્‍તા ખાચરને સાથે લઇને ચાલ્‍યા. તે મહારાજ ગામેગામ વિશ્રામ કરતા કરતા તે તે ભકતજનોની સેવા સરભરા સ્‍વીકારતા વડતાલ આવ્‍યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૭૧)
 • 64 - વિ.સં.૧૮૮૨ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતો-પાળા સાથે પગપાળા ચાલ્‍યા ને મુકતાનંદ સ્‍વામીને બેસવા નિષ્‍કુળાનંદ સ્‍વામી પાસે ડોળી કરાવીને સ્‍વામીને બેસાર્યા. પછી વાજતે ગાજતે રાધાવાવ થઇને કારિયાણી વસ્‍તા ખાચરના દરબારમાં ઉતર્યા.  (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૭૪)
 • 65 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં ત્રીજી વાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢપુરથી ગામ બહારગામાના સર્વે હરિભકતોના સમૂહ સાથે ચાલ્‍યા તે ઝીંજાવદર થઇ કારીયાણી આવ્‍યા ત્‍યાથી સુંદરીયાણા, બગડ, અણિયાળી, સીંજીવાડ થઇ વડતાલ પધાર્યા.
 • 66, 67 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં ચોથીવાર-પાંચમી વાર શ્રીહરિ ગઢપુરથી સંતો-પાળા સાથે ચાલ્‍યા તે કુંડળ પધાર્યા ને ત્‍યાથી કારીયાણી પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૮પ)
 • 68 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં છઠ્ઠીવાર શ્રીહરિ ગઢપુરમાં અન્‍નકુટનો સામાન વધેલ હતો તે સંતને જમાડીને ચાલ્‍યા તે કારિયાણી આવ્‍યા. ત્‍યા એક દિવસ રહીને બરવાળા, ઘોલેરા, પીપળી, કમિયાળાઘ બુધેજ થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, ૧૮૮૨ની લીલા)
 • 69 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં સાતમીવાર શ્રીહરિ વડતાલ પ્રબોધિનીનો સમૈયો કરીને ચાલ્‍યા તે બોચારણ, બુધેજ, ગુડેલ, કમિયાળા, ધોલેરા થઇ કારીયાણી પધાર્યા. ત્‍યાથસ ગઢડા થઇ જૂનાગઢ ગયા ને ઝીણાભાઇએ દેહ મુકયો. (સદ્.ભૂમાનંદ સ્‍વામીન વાતો, ૧૮૮૨ની લીલા)
 • 70 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં આઠમીવાર રીહરિ સંત-પાર્ષદ સાથે સુંદરીયાણાનો સમૈયો કર્ફો પછી ચાલ્‍યા તે ભેંસજાળ, લોયા, બોટાદ, ગઢડા થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ રોજકા, કૌકા થઇ ધોળકા પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો. ૧૮૮૨ની લીલા)
 • 71 - વિ.સં. ૧૮૮૨ની સાલમાં નવમી વાર શ્રીહરિ વડતાલમાં બે દેશ ગાદી  વિભાગ કરવા માટે સંતો-પાળા, રાજાઓ સાથે ચાલ્‍યા તે ઝીંજાવદર થઇને કારિયાણી વસ્‍તા ખાચરના દરબારમાં પધાર્યા. પછી સંઘમ ખબર કઢાવીને સંત હરિભકોને જમાડીને ચાલ્‍યા તે નાવડા, ઘોલેરા, પીપળી, સીંજીવાડા થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો વિશ્રામ-૮૮)
 • 72 - વિ.સં. ૧૮૮૩ની સાલમાં શ્રીહરિએ ધોળકામાં મોરલી મનોહર દેવની પ્રતિષ્‍ટા કરીને સંતો-પાળા સાથે ચાલ્‍યા તે જવારજ, જાખડા, કમિયાળા, ભોળાદ થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ગઢડા આવ્‍યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ-૯૨)
 • 73 - વિ.સં. ૧૮૮૪ની સાલમાં શ્રીહરિ સંતો-પાળા સાથે વડતાલથી ચાલ્‍યાતે ધોરૂ થઇ કારિયાણી ,ધાર્યા. પોતે સાધુના ભંડારમાં પેસીને ઝાઝુ મોણ નાખીને બશેરના બે રોટલા કર્યા. તેમાં એકવાર ફેરવીને તાવીયા વતે ખાજાની પેઠે ખાડા પાડીને તેમાં ઘી ભરીને રીંગણાનું ભરત કરીને પોતે જમવા બેઠા, પછી. સંતોને તથા સુરાખાચર, દાદા ખાચર, વસ્‍તાખાચરને તે પ્રસાદી આપી. પછી ત્‍યાથી ગઢડે પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો, ૧૮૮૪ની લીલા.)
 • 74 - વિ.સં. ૧૮૮૪ની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતો ભેળા થઇને ગઢડેથી ચાલ્‍યા તે ઝીંઝાવદર થઇને કારિયાણીને પાદર ગયા ત્‍યારે વસ્‍તા ખાચર અને રાઘવ પટેલ આદિ હરિભકતોએ સામૈયુ લઇને મહારાજને સન્‍મુખ આવીને વાજતે ગાજતે વસ્‍તા ખાચરના દરબારમાં પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો, ૧૮૮૪ની લીલા.)
 • 75 - વિ.સં. ૧૮૮પની સાલમાં શ્રીહરિ સંતો સાથે ગઢપુરથી ચાલ્‍યાતે કારિયાણી આવ્‍યા ત્‍યાથી ગાડામાં બેસી વાતું કરતા કરતા સારંગપુર પધાર્યા. ત્‍યાથી ગુંદા, સુંદરીયાણા, કંથારીયા, અચારડા, બોરણા થઇ લીંબડી પધાર્યા. (સદ્.ભૂમાનંદ સ્‍વામીની વાતો, ૧૮૮પની લીલા)
 • 76 - વિ.સં. ૧૮૮પની સાલમાં બીજી વાર શ્રીહરિ સંતો-પાળા તથા રાજાઓ સાથે વડતાલથી ચાલ્‍યા તે સીંજીવાડા, વરસડા, ગલિયાણા, જાખડા, પીપળી, ઘોલેરા થઇ કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ ભાવનગર પધાર્યા. (સદ્.ભૂમાનંદસ્‍વામીની વાતો, ૧૮૮પની લીલા.)
 • 77 - વિ.સં. ૧૮૮પની સાલમાં ત્રીજીવાર શ્રીહરિ સંત-પાર્ષદ સાથે ગઢડાથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા. ત્‍યાથી શ્રીહરિ બરવાળા, ઓતારિયા, પીપળી, કમિયાણા, સીંજીવાડા થઇ વડતાલ પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ ૧૦૭)
 • 78 - વિ.સં. ૧૮૮પની સાલમાં ચોથી વાર શ્રીહરિ સંતો પાળા સાથે ગઢડાથી ચાલ્‍યા તે કારિયાણી વાજતે ગાજતે વસ્‍તા ખાચરના દરબારમાં ઉતર્યા, થાળ થયો તે જમીને બીજે દિવસે ગઢપુર પધાર્યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ ૧૦૮)
 • 79 - વિ.સં. ૧૮૮પની સાલમાં પાંચમીવાર શ્રીહરિ સંતો પાળા સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા ની બીજા દિવસે ગઢપુર આવ્‍યા. (સદ્.પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ ૧૧૦)
 • 80 - વિ.સં. ૧૮૮પની સાલમાં શ્રીહરિ સંતો પાળા સાથે ગઢપુરથી ચાલ્‍યા તે કારિયાણી પધાર્યા. ત્યાં થાળ જમીને બીજા દિવસે રોજકા, વરસડા, મહેળાવ થઇ વલસાડ પધાર્યા. (સદ્. પ્રસાદાનંદ સ્‍વામીની વાતો, વિશ્રામ ૧૧૧)
             મહાપ્રસાદીમય તીર્થધામ કારિયાણીમાં શ્રીહરિ સંતો-પાર્ષદો, રાજાઓ તથા ધર્મકુળ પરિવાર સાથે પધાર્યા તેની સાલવાર માહિતી કુલ ૮૦ વાર થાય છે તે મેં મારી અલ્‍પવૃદ્ધિથી અલ્‍પ પ્રયાસ કર્યો છે. તેમાં કાંઇ ઓછુ-અધિક લખાયુ હોય તો આ નમ્ર સેવક ઉપર રાજી રહેશો.

   

   

   

   

  flash 885x94
   

   © Shree Swaminarayan Mandir, Gadhada All Rights Reserved. -  Site designed and maintained by Perfect Marketing, Amreli.